Thursday, February 26, 2009

અહમદશાહ બાદશાહથી લઇને ‘બ્રાંડ અમદાવાદ’ સુધીની સફર


‘વાઇબ્રન્ટ સમિટ’ અને ‘બ્રાંડ અમદાવાદ’નાં વાધા પહેરીને આપણું અમદાવાદ તેની સ્થાપનાનાં ૫૯૮ વર્ષ ૨૬ ફેબ્રુઆરીએ પુરા કર્યા. લગભગ છસદીઓથી આ શહેર સતત જીવંત રહ્યું છે. સદીઓ પહેલા અમદાવાદની ગણના દુનિયાનાં શ્રેષ્ઠ અને સંુદર શહેરોમાં થતી હતી. તેને શહેરમાંઆવેલા અનેક મુસાફરોથી માંડીને રશિયાના ઝારે પણ વખાણ્યું છે. મુસાફર બ્રીગ્સને અમદાવાજ વિશે લખ્યું કે આ ભૂમિ કવિની કલ્પના અનેચિત્રકારની પીંછીને માટે માટેની છે. આવું આપણું અમદાવાદ આજે પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગોમાં વહેંચાઇ ગયું છે. માત્ર ભૌગોલિક રીતેનહિં. પરંતુ તમામ રીતે. એક જ શહેરમાં જાણે બે શહેરો હોય તેવું લાગે છે. વાંકી ચુંકી પોળો અને ઐતિહાસિક ઇમારતોમાંથી ટાવર અનેફ્લેટની સંસ્કૃતિ એ છેલ્લા થોડા દાયકાનું જ પરિવર્તન છે. જબ કુત્ત પે સસ્સા આયાની દંતકથા અને ખુમારી ધરાવતા આ શહેરનો વિકાસ તોવખાણવા લાયક છે પરંતુ સામાન્ય માણસની ખુમારી ક્યાંક ખોવાઇ છે.અત્યારે જ્યારે રીયલ એસ્ટેટ તેના સામાન્ય માણસ માટે ડ્રીમ એસ્ટટે થઇ ગયું છે ત્યારે શહેરના લોકો ઘર અને તેની વ્યવસ્થાનો ઇતિહાસ પણ આપણે જોઇએ. શહેરનાંમકાનો અને તેની બાંધણી જોઇને એડવીન આર્નોલ્ડે કહ્યું કે, ‘લવલીએસ્ટ લીટલ બિલ્ડીંગ્સ ઇન ધ વર્લ્ડ’ તો આ મકાનો અને સ્થાપત્યની વાતકરતા જેમ્સ ડગ્લાસ વેર્સ્ટન ઇન્ડિયા પુસ્તકમાં લખે છે કે, ‘રસિક બાદશાહ શાહજહાંમાં સૌદર્યનાં બીજ તો જન્મસિદ્ધ હતા પરંતુ અમદાવાદમાંએના ઉપર જલસિંચન થયું. શાહજહાં અમદાવાદનાં સૂબા હતા. તે ઘણો વખત અહિં રહ્યાં હતા. અમદાવાદ ઉપરથી જ પ્રેરાઇને શાંહજહાંએઆગ્રા અને દિલ્હી શણગાર્યું હશે. એમ કહીએ તો નવાઇ પામવા જેવું નથી. આર્નોલ્ડનો મત શાહજહાંએ શહેરને ગર્દાબાદ કહ્યું તેનાથી ઘણોવિપરીત રીતે અહિં મૂલવવામાં આવ્યો છે.તો આવું સુંદર અને સ્થાપત્યમાં શીરમોર એવું અમદાવાદ અવ્યવસ્થિત કેવી રીતે થયું. તેના મોટા રસ્તાઓ કેમ કરતા નાના અને ગીચ બન્યાં.પોળો પણ સાવ સંકડામણમાં કેવી રીતે થઇ. આ બધા પ્રશ્નો છે. આ અંગે થોડુંક જોઇએ. મીરાતે અહમદીમાં લખ્યું છે કે, મરાઠા સમયમાં પૈસાઆપો તો ગમે ત્યાં મકાન બાંધવાની પરવાનગી મળતી. તેથી શહેરનાં રસ્તાઓ સાંકડા થઇ ગયા. એમ કહેવાય છે કે મરાઠા સમયમાંઅમલદારને નાણાં આપનારને રસ્તા વચ્ચે મકાન બાંધવાની રજા પણ મળતી. છેવટે રસ્તો એટલો નાનો થઇ જતો કે કેટલીક વાર તો સાવ વાંકોપણ બનતો. કેટલાક તો આ રીતે રસ્તાની જમીન દબાવી પણ લેવાતી. અને આ રીતે અમદાવાદનાં મહામાર્ગ સાંકડા થતા ગયા. ટૂંકમાંગેરકાયદે બાંધકામ મરાઢા સમયમાં ખૂબ થયું. લાંચ આપીને લોકોએ રસ્તાઓ દબાવ્યા. અણઘડ બાંધકામ થયું.વળી શહેરમાં એક જ જગ્યાએ એક કોમના લોકો રહેવા માંડ્યા તે અંગે ઇતિહાસકાર રત્નમણિરાવ લખે છે કે, મરાઠા રાજમાં લોકો પોતપોતાના જથ્થામાં રહેવા લાગ્યા. જેનાથી શહેરનાં કેટલાક ભાગો એકદમ ગીચ થઇ ગયા. આ વિધાન પરથી માલમ થાય છે કે શહેરમાંઘેટોઆઇઝેશનની પ્રક્રિયા ખાસ કરીને મરાઠા સમયમાં થઇ જ્યારે અમદાવાદ ઘણું ખરુ અસુરક્ષિત હતું. અને લોકો પોતાની કોમના લોકો સાથેજ રહેવા માંગતા હતા. સુરક્ષા ખાતર.સ્થાપત્યમાં અમદાવાદનું નામ એક શ્રેષ્ઠ શહેર તરીકે આજે પણ લેવાય છે. પરંતુ ૧૯૩૦ માં ઇતિહાસકાર રત્નમણિરાવ શહેરનાં આધુનિકસ્થાપત્યની ટીકા કરે છે. તેઓ લખે છે કે, અમદાવાદ શહેરમાં બાંધકામને આકર્ષક બનાવવાની ભાવના નાશ પામવા લાગી. ગાડા ઉપરથીઆપણે મોટર પર આવ્યા અને ભવિષ્યમાં વિમાન ઉપર જઇશું તો નવાઇ નથી. કાસદમાંથી તાર ટપાલ અને હવેતો રેડિયો આવ્યા. જીવનધોરણમાં ફેરફાર આવતા બીજી જરૂરિયાત વધતા લોકો હવે પહેલાના જેટલી રૂપિયામાં છુટ ન રહેવા માંડી. એની અસર સ્થાપત્ય પર પડી.તેઓ આગળ વધતા કહે છે કે, અમદાવાદ મ્યુનિસિપાલીટીને પણ દેશી સ્થાપત્યનું શોભે એવું મકાન કરાવવાનું મન ના થયું. અને મોટાઈંટવાડા જેવું મકાન કર્યું એ દીલગીરીની વાત છે. આનાથી પણ આઙ્ગર્યની વાત તો એ છે કે ૧૯૩૦ માં આવી જોરદાર ટીકાનો ભોગ બનેલુંમ્યુનિસિપાલીટીનું મકાન આજે પણ એમનું એમ જ છે. જે આપણા દાયકાઓ પહેલા ટીકા પામેલી આપણી સ્થાપત્યની ભાવના માટે હજુ પણપ્રસ્તુત છે.અમદાવાદ શહેર હવે નાનું પડતું હતું. તેને વિસ્તરણ માટે લોકોેએ પઙ્ગિમનાં વિસ્તારોમાં રહેવા માટે નજર દોડાવી. પહેલા તો માત્ર પૈસાદારોહવા ખાવા માટે બહાર ખુલ્લામાં ( પશ્ચિમ અમદાવાદમાં) બંગલા બાંધતા. આ અંગે વધુમાં રત્નમણિરાવ તેમનાં પુસ્તક અમદાવાદનુંસ્થાપત્યમાં લખે છે કે, આજ સુધી બંગલા પૈસાવાળા કરતા. ગામમાં ઘર હોય અને હવા ખાવા બંગલો બાંધતા. હવે એ પ્રશ્ન સામાન્ય વર્ગનેવિચારવાનો આવ્યો છે. સહકારી મંડળો શહેર બહાર બંગલા બાંધે છે. આ બંગલા સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને બનાવાતા હોવાથીખર્ચનો વિચાર સૌ પ્રથમ કરવામાં આવે છે. આ બંગલાઓથી જૂની સહકારની ભાવનાનો અંત આવશે. પરંતુ એ કરવું જ પડશે. શહેરનાંવિકાસ અને સ્વાસ્થ્ય માટે.તો તરત જ હવે જે પ્રશ્ન હાલમાં પણ સામાન્ય લોકોને નડે છે તે રીયલ એસ્ટેટનાં વધતા અને આસમાને આંબતા ભાવો છે. તે વખતે પણ આજગ્યાઓ મોંઘી થઇ ગઇ હતી. રત્નમણિરાવ લખે છે કે, કોઇ કહે છે કે ગરીબ વર્ગ તો ઠીક પરંતુ સામાન્ય વર્ગ પણ શહેર બહાર છુટાબંગલામાં રહી શકવા સમર્થ નથી.તો ઇતિહાસકાર વાત આગળ વધારતા લખે છે કે, શહેરનું મુખ્ય દવાખાનું સીવીલ હોસ્પિટલનું મકાન જોવું ગમે તેવું નથી. અમદાવાદ જેવાશહેરને લાયક રેલવે સ્ટેશન ક્યાં છે ? અમદાવાદ કરતા ઉતરતા શહેરનાં રેલવે સ્ટેશનો પણ સારા હોય છે. અમદાવાદ મ્યુનિસિપાલીટીનુંમકાન પણ શહેરને લાયક નથી. જાહેર મકાનો આંખને ગમે તેવા નથી થતા તો ખાનગી મકાન પર ટીકા કઇ રીતે થાય. તો પણ આ નવાબંગલાઓ પર પણ તેઓ ટીકા કરવાનું ચુકતા નથી. ૧૯૨૦ ના દાયકામાં બનેલા બંગલાઓ વિશે તેઓ લખે છે કે, બહાર ખુલ્લામાં નવાબનેલા બંગલાઓ ચાર બરફીના ચોસલા ઉપર નીચે ગોઠવ્યા હોય તેવું લાગે છે. તે ચુનો ચોપડેલા ઈંટવાડા હોય તેમ લાગે છે.હાલમાં શોપિંગ મોલ પણ શહેરમાં ઠેર ઠેર બંધાવા માંડ્યા છે. તો વેપારની દુકાનો કેવી હોવી જોઇએ તેનું પણ ધ્યાન અમદાવાદનાં ઇતિહાસમાંરાખવામાં આવ્યું છે. જેમ કે માણેકચોકની જે તે જમાનાની દુકાનો શાસ્ત્રોક્ત હતી. રત્નમણિરાવ બંગલાઓ અને બીજી ઇમારતોની ટીકા કર્યાબાદ દુકાનો વિશે લખે છે કે, શેઠ કસ્તુરભાઇએ પીરમહંદશાહના રોજા સામે જે નવી દુકાનો બંધાવી છે તે આ બાબતમાં મહત્વની અને સુંદરશરૂઆત છે. મકાનો બાંધવામાં અનુકરણ કરવા કરતા આ દુકાનો જેવું નવીન સર્જન કરવાની જરૂર છે. આ દુકાનોથી અમદાવાદનાંબાંધકામના ઇતિહાસમાં ચેતના આવીને નવો યુગ ફરી બેઠો છે અમ કહી શકાય. આ જ ચેલેન્જ આજના અમદાવાદ પાસે છે. શું લોકભોગ્યપ્લાનિંગ અને વિશાળ રસ્તાઓ સાથે આપણે આગળ વિકસી શકીશું. કે પછી માત્ર રીટેઇલ અને રીયલ એસ્ટેટ બુમમાં અનુકરણ કરીનેપસ્તાઇશું. છે કોઇ નવીન સર્જન આપણી પાસે. ૫૯૮ વર્ષ જૂની બ્રાંડ માટે.2 comments:

  1. Hmmm.... Good one..
    Also read about architecture and town planning of Gondal State.. The first town in Gujarat to have underground electric cabeling prior to independence...

    ReplyDelete
  2. It is nice to learn that there was someone in the past who kept watch on the architecture, and critically analysed.

    Snehal Bhatt

    ReplyDelete