Tuesday, January 6, 2009

કીલ ધ કંટાળો -- બ્લોગ બનાવવાનો એકમાત્ર હેતુ !


છેલ્લા એક બે વર્ષથી અમારી જીંદગીમાં કંટાળો ઉધઇની જેમ પ્રવેશી ગયો, અચાનક, અને ધીમે ધીમે અમને કોરી ખાવા માંડ્યો. ચાની કીટલી પર નીકળતા અગણિત કલાકો, ચાની ચુસકી અને સીગારેટનાં સફેદ ધુમાડામાં અદ્રશ્ય થઇ જતું અમારું કાળુ હાસ્ય, તંગ ખીસ્સા ઉદાર હાથ, જીંદગીમાં કંઇ કામ નહિં કરવાની ધગશ, જ્યાં મન થાય ત્યાં અને ન થાય ત્યાં પણ બાઇકને કીક મારીને નીકળી જવાની ત્રણ સવારીની ઐયાશી, બધુ ભૂતકાળ થઇ ગયું અમારી જાણ બહાર. હવે તો દરેક વાતમાં કંટાળાનો અનુભવ કોઇ ભુવાને રોજ ધુણતી વખતે માતાજીનાં દર્શન થાય તે રીતે સાક્ષાત થાય છે. બધા પ્લાન બનાવે છે કંટાળો દુર કરવાનો, કોઇ બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે તો કોઇ છોકરીને પટાવાનો, કોઇ રસોઇ શીખે છે તો કોઇ ગીટાર. પણ છેવટે કંટાળો હરી ફરીને નરેન્દ્ર મોદીની યોજનાઓની જેમ આપણી આસપાસ જ આવીને ઊભો રહે છે.જો કે કંટાળો દુર કરવા માટે અમે વધારે જહેમત પણ લેવા નથી માંગતા, બને ત્યાં સુધી બેઠા બેઠા કે વાત કરવાથી તે દુર થાય તો શ્રેષ્ઠ પણ તેમ છતાં આ બલાએ પીછો ના છોડતા બેઠા બેઠા બ્લોગ પર કંઇ લખવાનો વિચાર કર્યો.આ બ્લોગ આમ તો કંટાળો દુર કરવા માટે તૈયાર કર્યું છે માટે વાચકોને કંટાળો નહિં આવે એવી ખાત્રી તો નહિં પ્રયત્ન જરૂર કરીશું. ગુજરાતી લખતા આવડે છે માટે ગુજરાતીમાં જ લખીશું. આટલું પ્રયત્નપૂર્વક ગુજરાતી આ પહેલા ક્યારેય લખ્યું નથી, દસમા ધોરણની પરીક્ષામાં પણ નહિં કે કોઇ પ્રેમીકાને લખેલા કાગળમાં પણ નહિં. પણ મુખ્ય સવાલ એ છે કે આ બ્લોગ પર અમે લખીશું શું ? સવાલ વ્યાજબી છે. બ્લોગનું નામ ‘ઇમોશનલ અત્યાચાર’ છે તેને અને બ્લોગમાં અમે જે લખવાનાં છીએ તે સામગ્રી સાથે કોઇ લેવા દેવા નથી, હિંદી ફિલ્મોનાં ટાઇટલ અને વાર્તા જેટલો જ સબંધ છે આ બંને વચ્ચે. આ બ્લોગમાં લખાશે એવુ બધુ કે જે આનંદ આપે, વિષય કોઇ પણ હોય, બીટલ્સ કે બેગમ અખ્તર કે પછી અમદાવાદ કે એમ્સ્ટરડેમ. દરેક નાની નાની વાતોમાં પણ આનંદ છુપાયેલો હોય છે. તો મિત્રો તૈયાર થઇ જાવ તમારા બખ્તરો સજીને ઇમોશનલ અત્યાચાર હવે ચારેતરફ કાળો કેર વર્તાવશે. બચી શકાય તો બચજો....

24 comments:

  1. I enjoyed it! you should write more in gujarati...

    ReplyDelete
  2. Saaru lakhi jaane chhe dost tu Gujarati ma... Gujarati gadya-saahitya ma tu ghanu pradaan kari shake em chhe... Taare Lalit nibandho lakhvaa joiye...

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Pan mane nathi laagatu ke taara blog ma koi buju lakhi shake... If I want to write something how should we go about it??

    ReplyDelete
  5. good. at last you have a change. you should be in leading gujarati news paper or in magazine as a leading writer, but but....old guys reserved their seats for ever so i don't think you have achance into that direction and editors are not in a mood to replace them somehow. anyway they are the loosers. carry on advantage readers like us.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. happy to see you working at last:)
    spread more emotional atyachar. Even then you'll not be able to beat great Gujarati Chintaks.
    urvish kothari

    ReplyDelete
  8. Emotional atyachar is worth reading. An introspection on our existence. Good work! Keep it up! Write more and spread more Atyachar!

    ReplyDelete
  9. tamara lekhan ni laabh aapi ne dhanya karva
    badal guruji no khoob khoob aabhar...

    current affairs par reactions ane comments vanchva pan gamshe...

    ye dil mange much much more

    ReplyDelete
  10. Emotional atyachar ne Hriday sathe sidho sambandh hoy chhe tu vu sambhadiyu chhe. Tu e sivai na organ thi pachhadi java ni vruti rakhe chhe te nu shu.
    Pan dost, maja padi aa blog vanchi ne.
    CHAL FARI GUJARATI CHHAPA MA NAUKARI KARVA JAIE ? ICHHA THAI TO KAHEJE ....

    ReplyDelete
  11. aa emotional atyachaar saras che... jiven ma atyachaar pan jaroori ane anivarya vastu che, kantada ni jem..... aam j atyaachar karta rahejo..... u never knoe you might come out of ur bordem... bus bhai.... vadhu lakhwano kantado aawe che.... Ashish Bhinde

    ReplyDelete
  12. Great to read something 'really creative' from you dear. i enjoyed it and hope this would be continue. Karan ke ek kantala ane mitro sivay tari darek babat badalati rahe chhe. etlay aa lakhata rahevano pan tane kantalo na aavi jay tenu dhyan rakhaje, ane jo kantalo pan javay to lakhwanu rakhje. Looking forward to enjoy your writings dear, Best of Luck ;-)

    ReplyDelete
  13. dadharango naam pramane z blog ma lakhayu che ! saaru lakhyu che . chelle aa jagyaaaa mali te jaani anand thayo! dhadha RANGO ma pan rang che ! te yaad rakhje! baaki fari ek vaar majaaa padi

    ReplyDelete
  14. Tari Bhasha kshamata vishe jan hati j ane taro atyachari svabhav pan janito pan emotional atyachar! Its good work...keep it up! but y this dadharango name?

    ReplyDelete
  15. Saru lakhyu che. keep it up my friend Vashi. Lets have some trip. We can plan for UK or USA. kantalo dur pan thase ane navi jagama tane navi havathi jindji jivavani navi chetana malashe.

    ReplyDelete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. Nice one kill the kantalo. really enjoyed your bolg.

    ReplyDelete
  18. hmmm....aathi rudu biju shu hoy...game etlo astyachar sahan karava taiyar chu..

    ReplyDelete
  19. Mate, to do Atyachar is your birth right and you are born to do it. keep it up as nobody will be able to stop it. Good luck to you and bad luck to all.

    ReplyDelete
  20. આ તમારો ઈમોશનલ અત્યાચાર અમને મુંબઈમાં બેઠા પણ કનડી રહ્યો છે ! આ અત્યાચાર ગુજારવો એ તમારો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. જગતભરના વાંચકો ભલે સહન કર્યા કરે ! કંટાળો તમારો અને અમારો ભગાડવાનો આનાથી વધારે સારો નૂસખો બીજો ક્યાં શોધવા જવો ?

    -માવજીભાઈ મુંબઈવાળા

    ReplyDelete
  21. found ur blog for the first time .. and it's really interesting...

    lakhta raho ... mara delicious ma tamara emotional attyachar ni link save kari didhi chhe !

    ReplyDelete
  22. અરે, વસી... હજી યે વાસી થયા વિનાનો તરોતાજા મળી આવ્યો તું તો ?
    તારા આ કંટાળાને શું નામ આપીએ ?
    આજ કાલ નહીં વર્ષોથી તારા દર્શન દુર્લભ થઇ ગયા છેને કંઇ. અંતે બ્લોગ પર મળ્યો એનો આનંદ છે.
    તારા જેવા નિત્ય તોરતાજાં રહેતાં જાડિયાને ક્યાંથી આવ્યો આ કંટાળો ?
    ટાળ હવે તું કંટાળો... સૌમ્ય આદિના શા ખબર છે ?
    ક્યારેક કોઇ નક્કી કર એ કિટલી પર ચા પીવા મળીએ... વર્ષો પછી..
    નરેશ શુક્લ

    ReplyDelete