વિશ્વ પ્રસિદ્ધ સ્થપિત લા કર્બુઝિયર અમદાવાદમાં પાંચ મકાનો બનાવવા આવ્યા હતા. તેઓ શહેર જોવો ગયા અને માણેકચોકમાં ઝવેરીઓની સાત બાય સાત ફૂટની દુકાનો જોઈને આ સ્થપિત ચોંકી ગયા. એમણે કહયું કે, આટલી નાની જગ્યામાં ધંધો કેવી રેતી થાય ? તેઓ પોતે આ નાનકડી દુકાનનું માપ લેવા સુઈ ગયા, આશ્યર્યચિકત થઈ ગયા. આટલી નાની જગ્યામાં ધંધો કેવી રીતે થઈ શકે. સાત બાય સાત ફૂટની નાનકડી જગ્યા !
સાત બાય સાત ફૂટની જ જગ્યા. કાંકરિયામાં વાંદરા રાખવાનાં પીંજરાથી નાની જગ્યા. ધંધો સદીઓ જૂનો. શરીર વેચવાનો ધંધો. સ્થળ મુંબઈ. ફોકલેન્ડ રોડ. બદનામ જગ્યા. ઈન શોર્ટ રેડ લાઈટ એરિયા. સતત નોકરી બાદ છ વર્ષ પછી મુંબઈ જવાનું થયું. હેપ કલબો, માધી હોટલો, પબ કલ્ચર, કલા, નાટકો અને તમામ પ્રકારના દંભ આદર્યા પછી મારા શેતાની દિમાગમાં એક અનુભવ લેવાની સનક ઉપડી. મને અચાનક રેડ લાઈટ એરિયામાં સેકસ વકર્રોની વચ્ચે રહેવાની સનક જાગી. મારે જોવી હતી એ જીંદગીઓ કેવી રીતે જીવાય છે. મારે કવિતા નહોતી લખવી કે નહતી ખાવી દયા રૂપજીવી બહેનો પર. પણ છતા જોવી હતી એ જીંદગીઓની નજીકથી. એમની વચ્ચો વચ રહીને. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ચાલીને જઈ શકાય એટલા અંતરે છે આ બજાર. ઉંચા મકાનો, ઝાક ઝમાળની વચ્ચે અચાનક આરંભ થાય છે આ રેડ લાઈટ એરિયાનો. સાંજના છ વાગ્યા હતા. બજાર હજુ વાધા સજતુ હતુ. આખા બજારમાં આંટો માર્યો બે ચાર વખત. એકદમ ટ્રફિકથી ધમધમતો રસ્તો. રસ્તાની બંને બાજુએ નાના નાના ઓરડાઓ, અને ઓરડાની બહાર શણગાર સજીને ઊભી રહેલી સેકસ વર્કરો. રસ્તા પરથી સાંજના સમયે અગિણત સામાન્ય નાગિરકોનું પસાર થવું. કોઈ બાળકનું દફતર સાથે પસાર થવું કે કોઈ બહેનોનું શાકભાજીની થેલી સાથે. બધુ એકદમ નોર્મલ. સેકસ વર્કરની પારખુ નજર સિવાય. ગ્રાહક કોણ છે તેની પાક્કી ખબર કઈ રીતે તેમને પડતી હશે તે કોયડો છે.
મ સોદો નક્કી કર્યો. એક નાનકડા પીંજરાની માલિક એવી માસી સાથે.એક રાત્રી રોકાણનો ધંધા માં અડચણ ઉભી નહિ કરવાના મૌખિક કરાર સાથે. બે હજારનમાં. મારી પાસે સામાનમાં કંઈ ખાસ હતુ નહી. નાનકડી જગ્યામાં મેં અને મારા સામાને ખાસ્સી જગ્યા રોકી લીધી. મે સત્સંગ ચાલુ કર્યો સેકસ વર્કરો સાથો. માસીનાં કોઠામાં પાંચ છોકરીઓ હતી. પાંચે પાંચની ઉંમર વીસ વર્ષની આસ પાસ ની હતી. આખા બજારની મોટાભાગની છોકરીઓનાં વતન નેપાળ, બંગાળ અથવા તો ગરીબ આદિવાસી વિસ્તાર હતો. બજારમાં સામેલ તમામ છોકરીઓનો વિસ્તાર, રંગ કે ધર્મ અલગ અલગ હતા પરંતુ દરેકની મુશ્કેલી એક જ હતી. ગરીબી. સાંજના આઠ વાગ્યા. મને પીંજરામાં પાળવાના નિયમો કહી દેવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારનાં સોદામાં વચ્ચે ના પડવું, ગ્રાહકો સાથે ચર્ચા ના કરવી, સેકસ વર્કરોની કામનાં સમયે વાતોમાં ના રાખવી વગેરે વગેરે...એક આંટો મારવા હું બહાર નીકળ્યો. ફોકલેન્ડ રોડ પર ત્રણેક થિયેટરો જોયા. એકદમ જૂના પ્રકારનાં. ત્રણમાંથી બે થિયેટરોમાં તો સની દેઓલનાં ફિલ્મો ચાલતા હતા. હવે ટ્રાફિક થોડો ઓછો થયો હતો. બજારમાં ગ્રાહકોનો આવવાનો સમય થઈ ગયો હતો. એવમાં અચાનક મને એક રેસ્ટોરન્ટમાંથી 'અમર અકબર એન્થોની'ની કવ્વાલી સંભળાઈ 'શીરડી વાલે સાંઈ બાબા...'મારા પગ એ રેસ્ટોરન્ટ તરફ દોરાયા. બહાર ઊભેલા દલાલે કહ્યું કે, સાહબ ૧૮૦ મેં બીયર મીલેગા, સ્પેશિયલ લડકીયોકાં બાર હૈ....હું અંદર ગયો. ત્યાં એકદમ ભકિતમય વાતાવરણ હતું. બધા આ કવ્વાલીને પ્રાર્થનાની જેમ ભજતા હતા. તેઓ રોજ ધંધો શરુ કરતા પહેલા રોજ આ ફિલ્મ ના ગીત ને ભજતા હતા. દંગ રહી ગયો હું. રેડ લાઈટ એરિયા, સાંઈ બાબાનુ ફિલ્મી ગીત, દલાલ, સેકસ વર્કર અને સુરા.... પાછો ફર્યો મારી જગ્યાએ. ગ્રાહકોની તકરાર ચાલી રહી હતી. પૈસાની રકઝક. એક જાય બીજો આવે. દરિમયામાં મારા ભાગે વાતો કરવાની આવે. મારે કોઈની ટ્રેજીક સ્ટોરી નહતી જાણવી. મારે ખોટી દયાનો દંભ નહતો કરવો. મારે એક માણસ તરીકે વાત કરવી હતી એક માણસ સાથે. મને એક સેકસ વર્કરે કહ્યું કે, ચુત્યા હૈ કયા, કુછ કરના નહિ હૈ તો યહાં આયા કયું હૈ. મ એમને કહ્યું કે કંઈ એવોજ છું. થોડી વાર પછી એ મારી ખાસ મિત્ર બની ગઈ. પોતાના સપનાં વિષે વાતો કરવા માંડી. એ નાનકડી છોકરીએ પોતાનાં થનાર બાળકોનાં નામો પણ વિચારી રાખ્યા હતા. મને એણે કહ્યું કે, મુજે પતા હૈ હમસે શાદી તો કોઈ નહિ કરેગા, લેકની બચ્ચે તો હમ પેદા કરેગાના...આ સાંભળીને નિત્શેની ફિલોસોફી કે મારા ઈતિહાસનું જ્ઞાન કે ફ્રોઈડનું મનોવિજ્ઞાન બધુ ભુલી ગયો. રાતનાં એક વાગી ગયો હતો. ટ્રાફિક એકદમ બંધ. માત્ર ગ્રાહકો અને સેકસ વર્કરો સિવાય બીજુ કોઈ ન હતું એ વિસ્તારમાં. ત્યાં રસ્તા પર રાત્રે એક જગ્યાએ મોટી વિકટોરીયો ધોડાગાડીનું પાર્કીંગ છે. દરેક ધોડાગાડીની આગળ એક સેકસ વર્કર ઊભી રહે. નીયોન લાઈટમાં કોઈ ફોટોગ્રાફર માટે આ દ્શ્ય કેમેરામાં કંડારવા લાયક બને. આ બજારમાં રાત્રે ફુગ્ગાવાળાઓ પણ ઘણાં ફરતા હોય છે. ખબર નહિ કેમ. ફોકલેન્ડ રોડ લેન નંબર ૮ પછી ચાલુ થતા આ બજારમાં એક વિરોધાભાસ જોયો. સેકસવર્કરો પછી બીજા નંબરનો ધંધો અહિંયા દરજીઓનો છે. એક તરફ કપડા કાઠવાનો ધંધો બીજી બાજુ કપડા સીવવાનો ધંધો. આ રસ્તા પરની સેકસ વર્કરની કેફિયત ખાલી આ દરજીઓ જ સમજી શકતા હશે. અજીબ દુનિયા છે અને જીંદગી પણ. આ ઊપરાંત ગુપ્ત રોગનાં નકલી ડોકટરોનો કાફકો પણ અહિંયો સારો એવો છે. આખા બજારમાં ખાસ્સા એવા અફધાની દાંતના નિષ્ણાત ડોકટરનાં પાટીયા પણ ધણાં જોવા મળ્યા. હવે અફધાન અને દાંતને શું લેવા દેવા...
રાતનાં બે વાગી ગયા હતાં. ગ્રાહકો લગભગ આવવાનાં ઓછા થઈ ગયા હતા. મ એક ઓલ્ડ મોન્કની બોટલ મંગાવી. પેલી પાંચ સેકસ વર્કરો અને માસી એમ અમે સાત જણાંએ બે-બે પેગ માર્યા. લવારી કરી. મોટાભાગનાં કિસ્સામાં મજાકનું સાધન હું જ હતો...એવામાં એક દેવદાસ ટાઈપ પૈસાદાર દેખાતો ગ્રાહક આવ્યો. ખૂબ પીધેલો હતો. એક સેકસ વર્કરે એને બાહુપાશમાં લઈ લીધો. નાનકડી મહેફીલ પડી ભાંગી. હું રસ્તા પર આવી ગયો. થોડીવાર પછી પેલા દેવદાસને બે છોકરીઓ બહાર મુકી ગઈ એની કાર સુધી. જતા જતા મેં જોયું કે એના પાકીટમાં ત્રણ હજાર જેટલા રૂપિયા હતા એ માસીએ લઈ લીધા. સિફતતાપૂર્વક. એ દેવદાસ જતો રહ્યો. બીજી ઓલ્ડ મોન્કની બોટલ માસીએ મંગાવી...મહેફિલ ફરી જામી. હવે સવાર પડવામાં આવી હતી. મારે સવારની ટ્રેન પકડીને મારા ગામ જવાનું હતું. ચા પીવાનો સમય કયારે થઈ ગયો એ પીતા પીતા ખબર જ ના પડી. સાત બાય સાતની ઓરડીમાંથી હું નીકળ્યો. માસી અને એમની છોકરીઓએ મને વિદાય આપી. 'ફરી મુંબઈ આવો ત્યારે અહિંયા જ રહેજો...' કોઈક એક જાણ બોલ્યું. હું પાછુ વાળીને જોઈ ના શક્યો...ખબર નહિ કેમ, કદાચ હું રડતો હતો....
footnotes
સૂર્યા પર મિત્રો સાથે કૉફી પી રહ્યો હતો. એક સ્ટોરીના કામથી ફ્યસલને ફોન કર્યો. વાતવાતમાં ફ્યસલે જણાવ્યું, ‘વશી, મુંબઈ રેડલાઇટ જઈ આવ્યો. બ્લોગ વાંચ્યો?’ ‘ના, જોયો નથી. છેલ્લે એને મળ્યો ત્યારે એવી કંઈક વાતચીત ચાલતી’તી પણ ખબર નથી. ઓફિસે જઈને જોઉં છું.
ReplyDeleteઑફિસે આવ્યો. બ્લોગ ખોલ્યો. ફોટો અને લખાણ જોઈને લાગ્યું. વશી રેડલાઇટ જઈ આવ્યો ને આટલું ઓછું લખ્યું?!
પણ વાંચતાની સાથે જ મને પણ મુંબઈના રેડલાઇટ ઍરિયાની સફર કરાવી દીધી હોય તેવું લાગ્યું અને એ પછી એવું લાગ્યું, ‘ખાસ્સું બધું લખ્યું. થોડામાં ઘણું, ઘણું, ઘણું બધું કહી દીધું, માનવજીવનનાં ઘણાં બધાં પાસાં આવરી લઈને.’ જોકે લખતી વખતે એને ખયાલ નહિ હોય કે એ હૃદય નીતરતો એવો બ્લોગ લખી રહ્યો છે જે વાંચીને એને કોઈક મિત્ર તરત જ ફોન કરે અને કહે, ‘કશું કહેવું નથી. બસ, બ્લોગ વાંચ્યો અને ફોન કર્યો.’
વશી કહે, ‘બસ ત્યારે કોમેન્ટ લખી નાખ, હજુ કોઈએ લખી નથી.’ ખરેખર તો શું લખવું એ કશું સૂઝયું જ નહોતું. એટલે તો વશીને ફોન કર્યો!
પણ પછી જે વાક્ય બરોબર યાદ રહી ગયું હતું તે કહ્યું, ‘ચા પીવાનો સમય ક્યારે થઈ ગયો એ પીતા પીતા ખબર ન પડી’ એ વાક્ય મને બહુ ગમ્યું. પછી અમે બંને ખૂબ હસ્યા.
પછી આગોતરું કશું પણ વિચાર્યા વગર એ વખતે મને જે સૂઝયું એ વશીને કહ્યું. ‘તમે જાણે તમારા ખૂબ જ અંગત મિત્ર સાથે વાતચીત કરતા હોય એવું લાગે. અને કોઈ વ્યક્તિ પહેલી વાર તમારો બ્લોગ વાંચે તો એને પણ એવું જ લાગે કે એની સાથે એનો કોઈ ખાસ મિત્ર વાતચીત કરી રહ્યો છે. કશા જ આવરણ વગરનું બિલકુલ ખુલ્લું વ્યક્તિત્વ તમારા આ લખાણમાંથી ટપકે છે.’
બીજું તો શું કહેવું? કેમ જીવવું, કેમ રહેવું એ વિશે ભાઈબંધોની ઘણી બધી શાણી સલાહો અવગણ્યા પછી પણ એ એવું જીવી જાય છે કે ક્યારેક એના જીવનની ઇર્ષા પણ થાય.
kbub saras,,,,,'Devdas Type Grahak' can be used only by Vashi....Overall,,,it should be a good experience.....
ReplyDeletegood piece with your characteristic, visibly unorganised but subtely organised manner. Liked it though I would expect & like more layered and lucid piece from the same stuff in stead of the ruffled prose even more.
ReplyDeleteKeep it up, writing that is :-)
You seem to have captured the road alive. The colours, the humour, the myriad people, the description was very vivid, cinematographic, to be precise. You have observed an angle which could have gone unnoticed from a lesser observant eye - from Sai Baba Bhajan to the tailor shops. Keep it up, Sir!
ReplyDeleteNo Analysis! Just liked your writing! keep it up
ReplyDeleteઅમદાવાદ પાસે રેડ લાઈટ એરિયા નથી એટલે જ અમદાવાદ ને કદાચ અમુક લાગણીઓ આવડી જ નથી. આપણે શહેર તરીકે ફૂલ્યા ફાલ્યા પણ માણસ તરીકે ખુલી ના શક્યા. અહીં ના પ્રેમી ઓ ખુલ્લા મન થી રડી શકે એટલી મોકળાશ ના સમાજ પાસે છે કે નાં એમની સમજ પાસે. હૃદયના કોઈ ખૂણા ના અંધકારને શહેરના કોઈ ખૂણા ના અંધકારમાં જઈને ભૂલી જવાની કળા આ શહેરને શીખવાની બાકી જ રહી ગઈ. તોલ્સતોયની એક વાર્તામાં પોતાની દીકરી ના મરણની વાત આખો દિવસ કોઈને ના કહી શકનારો ઘોડાગાડીવાળો દિવસના અંતે પોતાના ઘોડા ના કાન માં કહે છે. વાઈબ્રન્ટ અમદાવાદીઓ એટલું તો સમજતા જ હશે કે એકલતા થી મોટું કોઈ દુષણ નથી. અને એમાં પણવિચારતાને તો વૈચારિક રીતે એકલા કરી દેવા તો આપના ડાબા હાથ નો ખેલ છે કેમ? કોઈને ક્યારેય એકલો ના પાડવા દેનારા આ રેડ લાઈટ એરિયાની લાલી પાવોડેરનો રંગ આપણા શહેર ના કેનવાસમાં નથી.
ReplyDeleteજગતના સૌથી જુના વ્યાપારની સહજતાઓ હજુ પણ આપણને અસહજ લાગે છે. હજુ પણ રેડ લાઈટ એરિયા વિષે લખનારે હું દંભ નથી કરતો એવું એક કરતા વધારે વાર લખવું પડે છે. આ સમાજના ફિક્શનના સૌથી પેહલા પાત્રોને નવા સમાજ માં સ્થાન નથી, નવી કવિતાઓ માં સ્થાન નથી, નવી નવલકથાઓમાં સ્થાન નથી, જગતના સૌથી જુના વિચાર ને આપણી જાહેર વિચારસરણી માં સ્થાન નથી.
વશી આ લખાણથી કદાચ ખૂટતા રંગ ની થોડી ઝલક મળી છે
100% true...
DeleteI agree with Paresh.
ReplyDeletea ha..!!
ReplyDeletetypical vashiiiii.....
ReplyDelete"એમને કહ્યું કે કંઈ એવો જ છું. થોડી વાર પછી એ મારી ખાસ મિત્ર બની ગઈ"
ReplyDeleteબસ આ બે લીટી માં જ વશી ની સરળતા( વશીકરણ !!!! ) લાક્ષણિકતા છે.
વશી તમે address આપ્યું છે પણ ત્યાં બીજો કોઈ વશી જ જઇ શકે .
અનુભવ વગર લખતા આપના colamists એ હવે વિચારવું જોઈએ,
સાવ છીછરા અને ઉબાઈ જવાય એટલી માહિતી વાળા રદ્દી લેખો કરતા
આટલો નાનો piece એકે હજાર છે.
આભાર અને ધન્યવાદ
simpli superb !!
ReplyDeletei see the transparency of Chandrkant Bakshi in your writing..he would have loved to read this himself if he were alive this moment..i must admire the subtle cocktail of a Sense of Humour and a Sense of Humanity in you...keep on pouring the wine of words from the glass of your heart..
ReplyDeletePS: reading this reminded me of that famous Gurudatt song from the movie "Pyaasa',and immortal poet Saahir Ludhiyanvi who wrote it:
ReplyDeleteye mahelo ye takhto ye taajo ki duniya
ye insaan ke dushman sammazo ki duniya
ye dolat ke bhukhe rivaajo ki duniyaa
ye duniya agar mil bhi jaaye to kyaa hai..
..............................
yahaa jism sajte hai baazar bankar
ye berooh kamro me khaansi ki khankhan
( when you listen the song, a prostitute is coughing in the background when this line is played..how aptly a Shaayr's sensibility captures it..in that phrase "berooh kamro me khansi ki khankhan"_ in that place where no soul lives- means only a body/bodies live" and the next phrase "khansi ki khankhan"
paayal ki zankar ki jagah khaansi ki aawaz..
ટિપ્પણીકાર પરેશને...
ReplyDeleteપરેશ, સુરતમાં વરીયાળી ભાગોળ રંડી બજાર હતું અને એને લીધે સૌરાષ્ટ્રના હિરાવ્યવસાયિકોએ સુરતમાં કમાણી કરી એના કરતા નુકશાન વધારે કર્યુ છે, એડ્સની બિમારી વ્હોરીને. અને હવે એ એડ્સગ્રસ્ત બેકાર હિરાવ્યવસાયિકો સૌરાષ્ટ્રમાં ઠેરઠેર એચઆઇવીએડ્સના બી વાવે છે અને...
તમે કવિતાઓમાં, નવી નવલકથાઓમાં અને જાહેર વિચારસરણીમાં રેડ લાઇટ એરિયા વિશે લખવા... લાંબી કોમેન્ટમાં રેડ લાઇટ એરિયાની લાલી પાવડરનો રંગ આપણા શહેરના કેનવાસમાં નથી એવી ફરિયાદ કરો છો.
વશી છેલ્લી લીટીમાં લખે છે કે હું પાછુ વળીને જોઈ ના શક્યો... ખબર નહી કેમ, કદાચ હું રડતો હતો....
વશી રુપજીવીનીઓની દુર્દશા અને એવી બધી બાબતો ઉપર રડ્યા હશે અને પરેશ રંડી બજાર અમદાવાદમાં નથી એની મોંકાણ માંડે છે.
મનેય રડવું આવે છે...
ભાઈ હિંમત જરા હિંમત રાખ. જો કે મને એ વાતની ધરપત છે કે તું હજી પણ રડવા જેટલો સંવેદનશીલ છે. તું જેમને રંડી કહીને બોલાવે છે. તેમને માણસ તરીકે તું કદાચ તારી આંસુ ભરેલી આંખે નહિ જોઈ શકતો હોય. ભાઈ મન અને આંખો સાફ રાખ તો કદાચ વધુ સારું દેખાશે. કુશળ હોઈશ.
ReplyDeleteSplendid and honest to the bones.
ReplyDelete` Sukumar M.Trivedi
જ્યારે ઘણું બધું કહેવું હોય ત્યારે કંઇ જ કહી નથી શકાતું... આ વાંચ્યાં પછી મારી પણ આવી જ સ્થિતી થઇ છે... માટે હું એટલું જ કહીશ... ખૂબ સંવેદનશીલ લખાણ છે... અદભુત...
ReplyDelete