Monday, July 6, 2009

માટીની મહેક અને પ્રેમિકાની યાદોની માંને કુતરા પૈણે !




સંવેદનાઓનું બાષ્પીભવન થયું
અને તરત જ આંખમાં આંસુંઓના વાદળો બંધાઈ ગયા,
હવામાન ખાતા એ જાહેર કર્યું કે,
"વાતાવરણ ખુશનુમા છે,
જલ્દીથી નજીક ની લારી પર તમારા દાળવડા બૂક કરાવી દો "
કવિઓ અને કલાકારોએ લોકોને વરસાદ માણવાની અપીલ
રેનકોટ પહેરી છત્રી ઓઢીને કરી,
અમેરિકન્ મકાઈ શેકવા તૈયાર,
શેકાતી મકાઈ ના દાણા કરતા વધારે ઉત્કટ રીતે પ્રેમીઓ ફૂટી નીકળ્યા,
રસ્તાઓ પર,
બાષ્પીભવન ના થયું હોઈ એવી લાગણીઓના ઘોડાપુર લઈને
....
માટીની મહેક અને પ્રેમિકાની યાદોની માંને કુતરા પૈણે !
વરસાદ નહિ પડે તો મારા વાવેલા દાણાનું શું ?
ચુકાવાવના નાણાનું શું ?
હવે છાંટા નહિ પડે તો,
ખેતરમાં છાંટવાની દવા પીવી પડશે એનું શું ?
કવિના છંદ કરતા વધારે લયબદ્ધ ખેતરના ચાસ
રાહ જુવે છે તારી
મેઘદૂત નો વિરહ તો કઈ નથી આની સામે
મેહુલિયા
......
કાલુ બોલતા બાળકો અને એમનું તને
ઉની રોટલી અને કરેલાના શાકનું વચન પણ તને અસર નથી કરતુ...
કઈ નહિ બોસ
પડવું હોઈ તો પડ
નહિ તો વધુ એક દુકાળ
સંવેદનાનો

6 comments:

  1. evolution darwin, evolution - cynic writing poem with all the inevitable elements of romanticism - rain, love, beloved, the beckoning of parched soil for raingod...all this with a dab of cynical intellectualism of maize seed lovers!!
    maaja aavi gayi sir!!!!

    ReplyDelete
  2. વરસાદ આવશે, જરૂર આવશે.

    સંવેદનાનો દુકાળ હશે તોય,
    ખેતરના ચાસ વિખરાશે તોય
    ને' પ્રેમિકા ની માને કુતરા પરણશે તોય,

    કેમ ?

    કારણ બહુ સહેલું છે...
    મેહુલીયો થોડો 'વશી'કરણથી બચવાનો ?

    લખતો રહેજે દોસ્ત.

    ReplyDelete
  3. અરર...જાડા.. તું અછાંદસ માણસ કવિતાને છંદે ક્યાંથી ચડ્યો?

    ReplyDelete
  4. ‘વશી’કરણ લાવે છે સંવેદનાના ઝાપટા
    અચ્છાંદસ વશીભાઈ બન્યા છે છાકટા
    મન મૂકીને વરસો....

    ReplyDelete
  5. excellent words to describe every situation... hates of to u boss......

    ReplyDelete