ગુજરાતી લોકો જેવી નફટ જાત કોઇ નથી. કુતરાની પુંછડી ભાયમાં ઘાલી હોય તો વાંકી તે વાંકીજ. કેહતા કેહતાં મ્હોડું પણ થાકી ગયું. પણ તેઓ બેશરમીપણાંથી એક કાને સાંભળે છે ને બીજા કાનેથી કાઢી નાંખે છે. નકટી નાક કાપ્યું તો નવ ગજ વધ્યું. આ જાતના લોક છે ગુજરાતી. ખરાબ રશમો, નિચા વ્હેમો, ગાંડા વિચારો, શરમ ભરેલી રીતો, એ બધા વિશે લખતા લખતા કાગળો ખુટ્યા, સાહી આવી રહી અને કલમ થાકી, પણ આખરે તેઓ તેવાનાં તેવાજ રહા. વર્ષો પર વરષો બદલાતાં જાય છે. પણ આ લોકોનાં વિચારમાં મુદ્દલ ફેર દેખાતો નથી. આજ નહિં તો કાલે, કાલ નહિં તો બે મહિના રહીને, બે મહિના રહીને નહી તો બે વરશ રહીને, બે વરશ રહીને નહિ તો પાંચ વરશે કંઇ પણ તેઓનાં મન પર અસર થશે એવી આશાથી પણ કંઇ પણ જીવને સંતોષ વળતો. પણ આજકાલ કરતા પંદર વર્ષ થયા.....હાયરે ! હો, ઓ ગુજરાતીઓ, તમારા કાન ઉઘાડો નહી તો પછી હવે મારી દાંડીથી છેક નાગો થઇને મારીશ.
- નર્મદ ડાંડિયો, ૧ ફેબ્રુઆરી, ૧૮૬૫
Saturday, May 1, 2010
Subscribe to:
Posts (Atom)